પાનખરની વિદાયમાં , બેઠી છું વસંતની આશમાં,
ખીલવવા છે મોર ,તારી પ્રીત કેરા મારા હૃદયમાં.
ઝાંકળ બનીને આવ્યોને,મને ભીંજવી ગયો.
હવે માત્ર તારી યાદના ડાઘા છે હૃદયમાં.
પ્રેમનો ગુલદસ્તો સજાવ્યો છે,મારી હૃદયની ફૂલદાનીમાં,
ફૂલ કરમાઈ ગયાં ને એના શૂળ છે હૃદયમાં.
ફરીથી યાદનું એક પગલું તો માંડ,
તારા માટે નવી કેડી કંડારી છે નિમિકાએ હૃદયમાં.
વાદળ બનીને આવ ,મને ભીંજવ તું વરસીને,
વન બનાવ મારા મનને,જે રણ બની વિસ્તર્યું છે હૃદયમાં.
નિમિકા.
#પગલું