#પગલું
તારું પહેલું પગલું પડ્યું આ ધરતી પર,
ને હું ની:શબ્દ બની તને નીરખી રહી મારાં લાલ,
તારા બીજા પગલાં એ મને ઢંઢોળી નાંખી,
તારા આગમને મારાં આંખનાં આંસુને ખુલ્લો દોર આપ્યો,
અને શબ્દો અને વ્હાલથી વધાવી તને નીચોવી નાખ્યો,
મારા લાલ જાણે વૈકુંઠ મારા પાલવમાં સમાયું