Gujarati Quote in Thought by DILIPSINH KATHIYA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

PAGLU BHARO AA SUMSAM NAGAR MA🌹સૂમસામ છે નગર🌹કુદરતનો છે કહેર કે સૂમસામ છે નગર,
ક્યારે થશે મહેર કે સૂમસામ છે નગર.

આકાશ છે ખુદાનું, એની જમીન પણ,
કંટ્રોલ આઠે પ્રહર,કે સૂમસામ છે નગર.

જુલ્મો સિતમ અન્યાય વધે છે જમીન પર,
એનોજ છે આ અસર કે સૂમસામ છે નગર.

એની પકડને ક્યાં કોઈ સીમા ની કેદ છે,
બરબાદ હર શહેર, કે સૂમસામ છે નગર.

ભૂલી ને નાતજાત હવે ઈન્સાન સૌ બનો,
રાખો ખુદાનો ડર, કે સૂમસામ છે નગર.

નફરત તણી દિવાલ હવે તોડીને તમે
લાવો ખુશીની લહેર, કે સૂમસામ છે નગર.

આવો કરીએ આજથી તૌબા ગુનાહની,
થાશે ખુદાની મહેર, કે સૂમસામ છે નગર.

પાપીજ છે અહીંયા બધા માસુમ કોણ છે,
ઓકી ધ્યો હવે ઝહેર, કે સૂમસામ છે નગર.
🌹ભાવનગર🌹
🌹 MASUM DILIPSINH🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Thought by DILIPSINH KATHIYA : 111387159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now