Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💗મારી મસ્ત ડ્રિમ ગર્લ - 2💗

                                       રાતના એ તમામ કામણ એક બાજુ રાખી એ બેડ પર થી ઉભી થઇ છે, પોતાના બોયફ્રેન્ડના ગાલ પર કિસ કરી "ઉઠી જા પાગલ" કહી ઉઠાડે છે. રાતે મળેલ શરીરની તૃપ્તિ તેના ચહેરા પર એક અલગ ચમક લાવી રહી છે. એ જ સ્થિતિમાં એ પોતાના બાથરૂમમાં જાય છે, બ્રશ કરી ફ્રેશ થઈ, સાવર નીચે ઉભી રહી પોતાના ગઠીલા શરીર પર સાબુ લગાવી પુરી રાતની ચીકાસ કાઢી રહી છે, સાવરનું પાણી માથા પરથી નાક પર અને નાક પરથી હોઠોને સ્પર્શી બે વક્ષને વચ્ચે થી વહી નાભિને ભીંજવી, કમર નીચેના ભાગ પરથી નીચે ટપકે છે. પોતે પોતાનામાં જ ખોવાય ગયેલ, ચહેરા પર હળવું સ્મિત હતું. સાવર લઈ ટાવલ થી પોતાના ભરાવદાર શરીરને લૂછી રહી હતી અને સામે અરીસામાં દુઃખને ભીના વાળ અને પાણીની અમુક બુંદને પોતાના વક્ષ પર જોઈ મરકમરક હસી રહી હતી.

                                    ખુલ્લા વાળ રાખી પોતાના ડ્રોઈંગ રૂમમાં જાય છે. વાઈટ કલરની બ્રા અને બ્લેક કલરની પેન્ટી પહેરી, બોડી ફિટ ટી શર્ટ અને જીન્સ નું શોર્ટ જે ગોઠણથી ઉપર ભરાવદાર સાથળને માન્ડ સંતાળી શકે છે. જાસમીનના સ્પ્રેનો છંટકાવ કરી કિચન તરફ પ્રયાણ કરે છે. ફ્રીજ માંથી દૂધ કાઢી ચા બનાવે છે. ચા ગેસ પર બની રહી છે, બેડરૂમમાં જઈ બોયફ્રેન્ડને ઉભો કરી બાથરૂમ તરફ ધકેલે છે. ઓયે ઉઠને મારે જોગિંગ કરવા જવાનું છે અને કામ પણ ઘણું બાકી છે એટલે એ પણ પૂરું કરવાનું છે. તારે પણ તારી ઓફીસ પર જવાનું હશે. આટલું કહી કિચનમાં આવે છે.

                                     ચાના કપ સાથે થોડા ભીના વાળ સાથે એ પોતાની બાલ્કની પર આવી ચા અને સવારની તાજગી આપતી હવાનો લુફ્ટ ઉઠાવે છે. સુરજના કુણા કિરણોનો સ્પર્શ પણ રોમાંચિત કરે છે, સોનેરી કિરણો સાથળ પર પડવાથી પુરી જાંઘ ચમકી રહી છે. કેવી બિન્દાસ જિંદગી જ્યાં કોઈ જ બંધન નથી, કોઈ જ સમાજના વાહિયાત કાનૂન કે પરંપરા નથી, બદનામી શબ્દ જ જેમના શબ્દકોષમાં નથી એવી આ છોકરી, ક્યારેય પોતાના અતિત તરફ જોયું પણ નથી, બસ પોતામાં જ મસ્ત રહેવાનું, પોતાને જ યોગ્ય લાગે એ કરવાનું. કોઈ જ દબાણ નહિ કે તારે આવું કરવું કે તેવું કરવું, પોતાના જ દિલ અને મનની મલ્લિકા. જ્યાં જાય ત્યાં પોતાની બિન્દાસ અદા છોડતી આવે છે.
                               
                                      અચાનક પોતાને સમયનું ભાન થયું અને અડધો ચાનો કપ લઈ બાથરૂમમાંથી બહાર આવેલ પોતાના બોયફ્રેન્ડના હોઠ પર ધરી દીધો. કપ ને એક બાજુ રાખી એક લથપથતું ચુંબન હોઠો પર આપી કહ્યું" ચાલ હવે ફટાફટ તૈયાર થઈ જા, તારે લેટ થાય છે ઓફીસ માટે." યુવાને પણ એક સ્મિત સાથે છોકરી વાતને વધાવી લીધી. બન્ને ઘરની બહાર આવ્યા, છોકરી જોગિંગ કરવા જોગિંગ માટે બનેલા રોડ પર ચાલવા લાગી, યુવાન પોતાની ઓફીસ જતો રહ્યો.

ક્રમશઃ..

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111386517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now