Gujarati Quote in Motivational by Sunil N Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રારંભ

કંઈક નવું શીખવું કંઈક નવું કરવું જે આપણને અને સમાજને ઉપયોગી હોય જેના દ્વારા આપણે બીજા ને પ્રેરણારૂપ બની શકીએ. તેના માટે કોઈ ઉંમર કે સમય મર્યાદાની જરૂર હોતી નથી,પણ હા જરૂર છે..! તો માત્ર આત્મવિશ્વાસ બસ એ તમારામાં હોય તુ પ્રારંભ ક્યારે પણ કરી શકો છો...

બાળપણમાં આપણે દરેકે એક વાર્તા સાંભળી જશે એક બતક વાર્તા સાંભળી હશે.

" ઠંડા પાણીમાં નાયકોણ ,તારે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઓહો ઓહો..! હું તો નહીં પડું ,હું તો નહીં તરું"

આપણા દરેક વ્યક્તિના જીવનમાં પણ કંઇક આવું જ છે ,જ્યારે પ્રારંભ કરવાનો હોય ત્યારે દરેક વ્યક્તિને અઘરું લાગે છે.ના મારાથી નહીં થાય, આવું થતું હશે ? મને નહીં ફાવે પણ એક વખત હિંમતથી તે કામ કરવામાં આવે તો ચોક્કસથી તેમાં સફળતા મળે છે.

ધોરણ નવના અભ્યાસ કરતો હતો ત્યારે અમારા શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હતું કે જીવનમાં એક વસ્તુ કરવાનું પ્રારંભ કરીએ તો બે વિચાર આવે છે એક સકારાત્મક અને બીજું નકારાત્મક તેમાં સકારાત્મક વિચાર ૯૯.૯૯% હોય છે, નકારાત્મક વિચાર ૦.૦૦૧ % હોય છે. પરંતુ જો આપણે સકારાત્મક વિચારને અભિગમમાં લઈએ તો નકારાત્મક વિચારીએ તો .. એટલે કે પેલા ૦.૦૦૧ % કે જે નહિવત છે તે આગળ આવી જાય છે. આમ ના થાય એટલે હંમેશા પોઝિટિવ એટિટયુડ સાથે પોતાના કાર્યનો પ્રારંભ કરવો જોઈએ.

પ્રારંભમાં કોઈ વ્યક્તિ તમને ઓળખતું ન હોય પરંતુ સારી કાર્યશૈલી તમે કેળવશો તો તમારે તમારી ઓળખાણ આપવાની જરૂર નથી.. દરેક વ્યક્તિ આપો આપ તમને ઓળખ તો થઈ જાય છે ,માત્ર શ્રેષ્ઠ કાર્યની શરૂઆત હિંમત અને દ્રઢ આત્મ વિશ્વાસ થી પ્રારંભ કરવામાં જરૂર હોય છે.

સુનિલકુમાર શાહ

Gujarati Motivational by Sunil N Shah : 111386030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now