જાણે ઘણા વર્ષો પછી એકબીજાઓને,
આજ ખો ખો રમવાનું સુઝયું છે.
હું નહિ તમે છો જવાબદાર એમ કહી,
એકબીજા પર આરોપ લગાવવાનું,
આજ સૂઝયું છે.
હકીકતથી હોય છે બંને ઘણાય છેટા
છતાં અનુમાન લગાવવાનું,
આજ સુઝયું છે.
દેશની આ એકતા કોઈકથી જોવાણી નઇ,
એટલે જ તો ફરી કોમવાદ કરાવવાનું,
આજ સુઝયું છે.
આજ જાણી લીધી સૌની હેસિયત એમણે,
એટલે જ તો ઘરમાં પૂરવાનું,
આજ એમને સુઝયું છે.
જાણી જયારે આ પરિસ્થિતિની હકીકત
ત્યારે જઈને ઓ તને આ લખવાનું,
આજ સુઝયું છે.