હું ક્યાં કહું છું કે દરિયો વિશાળ જોઇએ
બસ આ નદી સમાય એટલો અપાર જોઇએ
વાંચાઓ ફૂટે છે સ્વપ્નોને જ્યારે
એ પુરા કરે એવી સવાર જોઇએ
વેરવિખેર પડી છે આ ડાળીઓ જમીન પર
માળો બનાવી આપે એવો સાથીદાર જોઇએ
અધૂરા છે રંગો આ જીંદગીમયી ઘણા
એને પુરા કરે એવો કલાકાર જોઇએ
મંદિરમાં આવીને બેઠો છે આ ઈશ્વર ક્યારનો
એની પૂજા કરવા જોડીદાર જોઇએ
હું ક્યાં કહું છું...
'નિરસ'
004