#હૂંફ
સાવ નમેલા ડાળીએ ઝુકેલા પાને,
ખુલ્લા રસ્તા ને કાન માં પૂછ્યું..
આ માણાં ને ઘર માં રહેવું હવે કેમ ફાવે!
ફાકી માવા મસાલા ને ના એ કદી છોડે!
તોય દેખાતા નથી હવે એ એકેય ટાણે!
નક્કી, કૈંક છે! બાકી તો એ બા'રે ફરે જ!
સૂમસામ એકલા અટૂલા પહોળા રસ્તા એ,
પાન ખેંચી, વળતા જવાબ માં કહ્યું..
આ તો ઓલા વાઇરસ ની બીક છે એટલે,
માણાં ઘૂસ્યો પરિવાર માં કેટલા દહાડે!
જિંદગી બને પ્રેમ થી અમીર એ હવે સમજાયું એને.
માણાં મટી માણસ બની ઘર માં જીવે એ અત્યારે!
હવે, કેમ કરીને આપણને એ બા'ર મળવા આવે..!!