રૂઝુ હૃદય ધરાવતા બધા લાગણીશીલ હોય છે.
હર સંતાન માટે માતાઓ લાગણીશીલ હોય છે.
કઠોર વાણી અને વર્તનમાં ભલે તે દેખાતા હોય,
બાકી દિલથી પિતા પણ લાગણીશીલ હોય છે.
જીવનમાં મળેલી અવનવી થપાટો ની અસર છે,
બાકી જનમથી હર માનવ લાગણીશીલ હોય છે.
લાગણીશીલ હોવું કે દેખાવું તેમાં ઘણો ફરક છે
પાલતું પ્રાણીઓ ખરેખર લાગણીશીલ હોય છે.
લાગણી એટલે પ્રેમ કે પ્રેમ એટલે લાગણી અનિલ,
બંને પ્રિય પાત્ર તો હંમેશા લાગણીશીલ હોય છે.
#લાગણીશીલ