ભાગ-૨
ચંદ્રાએ દરેક ને પોતાનુ નસીબ માની સ્વીકાર કર્યો. એનો પતિ પણ એક સારી કંપની મા જોબ કરતો હતો. પરંતુ એમનો આખો પગાર એમની સાસુ લઈ લેતા. ઘર નુ કામ કરવું અને ના તો પતિ સાથે કોઈ સંબંધ.. કે કસુ લેવુ હોય તો પણ કોને કહે? એને એની નણંદના ના જૂના કપડાં પહેરવા આપતા. ચંદ્રા છાને ખૂણે પોતાના માતા-પિતા ને યાદ કરી આસું સારી લેતી. આ ઘરમાં એ કોઈ ક તો એને હૂંફ આપે. એવામાં ચંદ્રા ના પતિ ની ટાનસફર થઈ. પતિ ની ઈચ્છા ચંદ્રા ને સાથે લઈ જવાની પરંતુ સાસુમા નુ ફરમાન ચંદ્રા ને સાથે લઈ નથી જવાની. ચંદ્રા ના પતિ એ નોકરી છોડી દેવું મુનાસિબ માન્યું. અને શેરબજાર ની ફેનચાઈસી ખરીદી. ઘરના ના મેણા ટોણા સાભળી ને થાકયા હોય એમ શેરબજારમાં એમને લોસ ગયો.. પછી તો શું દેવા ને કારણે ચંદ્રા ને અપશુકની કેહવા લાગ્યા. ઘરમાં કોઈ ને નાનુ અમથું વાગતું તો પણ એની નણંદો એને સંભળાવતી. ચંદ્રા માનતી કે કદાચ મે મારા માતા પિતા ને દુઃખી કર્યા જેથી ભગવાન એને આવું દુઃખ આપે છે. ચંદ્રા અને એના પતિ માટે તો હવે ઘરમાં રેહવું ભારે પડી ગયું. અથડાઈ કૂટાઇ ને બંને ચંદ્રા ના ઘેર ગયા. પણ ત્યાં પણ ચંદ્રા ના ભાઈ એ એમને જાકારો આપ્યો..........
હવે તો શું કરે બંને મરવા સિવાય કોઈ રસ્તો નથી એવું માનયુ. પરંતુ ભગવાન ને એમની દયા આવી હોય એમ ચંદ્રા ના પતિ ને સરકારી નોકરી નો ઓડ૨ આવ્યો. લેબોરેટરી આસિસ્ટન્ટ નો. બંને ખુશ થયા. બંને નોકરી ના સ્થળે ભાડે ઘર કરી રેહવા લાગ્યા. થોડા દિવસ બધું બરાબર ચાલયુ પણ એકાએક ચંદ્રા ના પતિ નો પગાર બંધ થઈ ગયો. હવે ભાડું ચુકવવાનું તો કેવી રીતે? ત્યારબાદ તેઓને લાગ્યું કે કદાચ અમે ભગવાન ની સેવા કરીશું તો આમાં થી છૂટકારો મળશે....... અને બંને એક મંદિર ઞયા. તયા પેહલા તો અમને કોઈ નો સહકાર નઈ મલયો. પરંતુ ધીમે ધીમે મંદિર નો સ્ટાફ તેઓ ને ઓળખતો થયો એમ દરેક ને તેઓ નો સ્વભાવ ગમવા લાગ્યો. હવે આગળ ચંદ્રા સાથે શું થશે??? વાંચતા રહો સ્ટોરી......