Gujarati Quote in Shayri by Rutambhara Thakar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભીતરનું દર્દ*
****************
ભીતરમાં ને ભીતરમાં કોરી થઈ,
ભીતર ને ભીતરમાં જ ભીંજાઈ...!
સ્ત્રીઓનું તો આવું જ ભાઈ,
*ભીતરનું દર્દ* ના
જાણે કોઈ...!

શબ્દોની જાળમાં ફસાઈ,
ખોટા વખાણમાં છેતરાઈ,
સંબંધોના બંધમાં બંધાઈ,
સ્ત્રીઓનું તો આવું જ ભાઈ,
*ભીતરનું દર્દ* ના જાણે કોઈ...!

કોઈના રહેમમાં રહેશાઈ,
પરિવારમાં પણ પીંસાઈ,
કામના ભારણમાં ભીંસાઈ...!
સ્ત્રીઓનું તો આવું જ ભાઈ,
*ભીતરનું દર્દ* ના જાણે કોઈ...!

ક્યારેક ઢાંકતી પરિવારની ખોટાઈ,
લોકોને દેખાડતી મોટાઈ,
અંદર તો ખાલીપાની બહુ મોટી ખાઈ...!
સ્ત્રીઓનું તો આવું જ ભાઈ,
*ભીતરનું દર્દ* ન જાણે કોઈ....!

હ્રદય એનું વાંચી શક્યું ના કોઈ,
કેટકેટલી વાતો, એમા છે ધરબાઈ,
સહેજ પ્રેમના સુરે વાગી છે શરણાઈ....!
સ્ત્રીઓનું તો આવુ જ ભાઈ...
*ભીતરનું દર્દ* ન જાણે કોઈ....!


સ્ત્રી અને તસ્વીરની એક સરખી અંચઈ,
બહારથી બેય ના ચહેરા વંચાય પણ,
*ભીતરનું દર્દ* ના જાણે કોઈ....!
ક્યારેય ન કોઈએ જાણ્યું ,
ન જાણસે કોઈ...!

સ્ત્રીઓનું તો આવુ જ ભાઈ...!!!!

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Shayri by Rutambhara Thakar : 111384100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now