*લાગણી*
#____________#
લાગણી નામે દરિયો..!
એમા આવતી ક્યારેક ભરતી, ક્યારેક ઓટ...!
અટુલાપણામાં વર્તાતી લાગણીઓની ખોટ,
એમાંય લાગતી,હૈયે મોટી ચોટ...!
તોલવી ક્યારેય ન કોઈ લાગણી,
એમાં ક્યારેય ન હોય કોઈ માંપણી...!
માનવ માનવે જુદીજુદી લાગણીની રોપણી,
સંબંધે સંબંધે જુદી જુદી લાગણીની કાપણી,
અહો , કેવી અદ્ભુત !
આ લાગણીઓની વહેંચણી...!
સંબંધોની સુંદરતા વધારતી,
જીંદગીની બદ્દરતાને ઘટાડતી,
લાગણી ઓ,
જીવનની સભાનતા ને સહજતાથી જીવાડતી....!
લાગણીના સંબંધો ક્યારેય ન જોતા જાતપાત,
મળતા એમાંય જો આઘાત
તો મચાવતાં ઊલ્કાપાત...!
સમાજે લોહીના દરેક સંબંધને આપ્યું
એક ચોક્કસ નામ,
ચકચુર લાગણીના
ઘણાય સંબંધો હજીય બેનામ....!
લખી રહી છું,ફક્ત મારા સ્વપ્નને કરવા સાકાર,
મારી લાગણીઓ આપી રહી છે શબ્દોને આકાર,
નિરાકાર લાગણીઓનો ખુબ ખુબ આભાર...!
લાગણી નામે દરિયો...
ક્યારેક ઘુંઘવતો ,
ક્યારેક શાંત...!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*