Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કરુ છું
*----------------* પ્રેમની પરિભાષા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ,
અવ્યક્ત મુક અભિવ્યક્તિની પરિભાષા એ જ પ્રેમ...!!!

સ્રી અંગેની કવિતાઓમાં પ્રેમની અભિવ્યક્તિ માં, શ્રિંગારરસ શોધાય, એના અંગો ,ઉપાંગો ને શરીરના ઉભાર વિષેની પંક્તિ લખાય...,
પરંતુ એની હોશિયારી સમર્પણ અને કુંટુંબ કૌશલ્યને હાંશિયામાં ધકેલાય....અને
એટલે જ હું સમગ્ર સ્ત્રી જાતની સમજદારી ને
*પ્રેમ કરુ છું* ....!

સવારથી સાંજ,બળબળતી બપોર કે હૉંડ થિજાવતી ટૉંઢ, એમા રોપેલી મહેનત ઉગી નિકળશે કે બરબાદ જશે!!?
એ ખબર ન હોવાં છતા સમગ્ર માનવજાતને માટે અન્ન ઉગાડનાર એ અન્નદાતા, ખેડુતને હું
*પ્રેમ કરુ છું*...!!!

જ્યાં ત્યાં થુંકવું, ગમે ત્યાં કચરો કરવો, ભ્રષ્ટાચાર,જાતિવાદ, અનૈતિક આંદોલનો અને દેશ વિરોધી તાકતોનો વિરોધ કરુ છું. કારણકે ,હું મારા દેશને ,
*પ્રેમ કરુ છું*...!!!

દેશ માટે સેવા આપનાર સૈનિક કે જેને ખબર નથી કે યુધ્ધ પછી એની લાશ આખી હશે કે ટુકડામાં,
દેશપ્રેમ ખાતર ફના થનાર દરેક જવાનને *પ્રેમ કરૂ છું*...!!!

અહો રૂપમ !
અહો ધ્વનિ !
સમુદ્ર, નદીયો, ઝરણાં, પર્વતો,ધરતી,આકાશ,સુર્ય,ચંદ્ર,તારા ,
નક્ષત્રો, પંખીના કલરવ,મેઘધનુશ બીજુ ઘણુ બધુ,
અવર્ણનીય,અપ્રતિમઅદ્ભુત....!!! કુદરતના આ અફાટ સૌંદર્યને ,
*પ્રેમ કરુ છું*

મારા બાળકો માટે મારો પ્રેમ થોરના ફિંડલા જેવો,
દેખાય કાંટાંળો, પરંતુ નિવડે ગુણકારી,
એથી જ દેવના દિધેલ મારા બાળકોને ,
*પ્રેમ કરુ છું* ...!!!

ટોમ ને જેરી જેવી જોડીઅમારી,
એકબીજાને ચિડવતા,ઝગડતા રિસાવતા ને મનાવતા,
તોય એકબીજા વગર લગીરેય ન રહી શકતા,એવા મારા સખા સરીખા, પતિને
*પ્રેમ કરુ છું*...!!!

સર્વવ્યાપી,સર્વશક્તિમાન,નિરાકાર, પરબ્રંહ્મ કે જેમણે દરેક સજીવને પોતાની આગવી શક્તિ સાથે આ પ્રૃથ્વિ પર જન્મ પ્રદાન કર્યો એવા પરમક્રૃપાળુ પરમાત્માને ,
*પ્રેમ કરુ છું*...!!!

અને છેલ્લે,
મારા માહ્યલામાં જે આતમ મને સારા નરસાનો ભેદ બતાડતો,મારો મદદગાર,મારો આત્મવિશ્વાસ વધારતો,મારા હોવાપણાનો અહેસાસ કરાવતો,મારા અસ્તિત્વનો હુંકાર
એવી,
મારી જાતને - મને ,
*પ્રેમ કરુ છું*...!!!

-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111384085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now