Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અંબર*
🌼🌼🌼🌼🌼

તમે ક્યારેક આવો તો,
જરા મળ્યાં જેવું લાગ્યા કરે...!
ધરતી ને અંબર એક થયા જેવું લાગ્યા કરે...!

તમારો તેજ નિતરતો ચહેરો..!
અહો રૂપમ...!
તમારૂ તેજ જોઈને....!
સુર્ય પણ વહેલો ઢળી પડતો..!
આ હાય વોયની જીંદગીમાં... જરાક,
હાશ....! જેવું લાગ્યા કરે...!

ધરતી ને અંબર એક થયા જેવુ લાગ્યા કરે....!

તમારી કાતિલ મુસ્કરાહટો એ,
કેટકેટલાના દિલ ધડકાવ્યાં...!
એકવાર હ્રદયાલયમાં પણ લટાર મારજો...!
તો,
હ્રદયના દર્દીને પણ થોડુંક વધુ જીવ્યા જેવુ લાગ્યા કરે....!

‌ધરતીને અંબર એક થયા જેવુ લાગ્યા કરે...!

મને ખબર છે...!
ધરતી અંબરની ...એક રૂપતા ને ક્ષિતિજ કહે છે...!
આપણું મિલન પાન પરનું ઝાંકળ છે...!
ને,
અશક્યને પેલે પાર છે..!
છતાંય એક આશ છે...!
ક્ષિતિજને પેલે પાર મળ્યાં જેવું લાગ્યા કરે....!

ધરતી ને અંબર એક થયા જેવુ લાગ્યા કરે....!
🌼🌼🌼🌼🌼

- ઋતંભરા વિશ્વજીત


તા ક :
(અહી "હ્રદયાલય" નો અર્થ "cardiology ward " સમજવો.)

Gujarati Poem by Rutambhara Thakar : 111384073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now