'ખેલ બે મિનિટનો'
_______________
પ્રેમની રમતમાં તો ક્યાં સંતાકુકડી કરવી ..?!
પ્રેમના પાંગરવાં માટે તો.....!
નજરોનો એ, .....
ખેલ બે મિનિટનો...!
પુરુષાર્થની લ્હાયમાં ખુબ પરસેવો પાડ્યો !!
પરંતુ સઘળો જશ હસ્તરેખાને ગયો...!
તો નશીબનો એ ,...
ખેલ બે મિનિટનો...!
સુચારૂ જીવન માટે ભવિષ્ય ઘડતર કર્યુ !!...
જીવનવીમાનું સુરક્ષા કવચ કર્યુ ...!
પરંતુ મૃત્યુનો એ , ...
ખેલ બે મિનિટનો...!
મગજના એ અટપટા આંટાપાટાં..!!
મન સુવિચારોનું વલોણું..!
પરંતુ એને બગાડે શંકાનો એ....
ખેલ બે મિનિટનો...!
કયારેક એ હસાવે , ક્યારેક એ રડાવે , ક્યારેક હૈયાના હિંલોળે ય ઝૂલાવે..!
પરંતુ...
કટુ વેણોની સંગત ક્યારેક બગાડે સંબંધ..!
તો ...
શબ્દોનો એ ..!
ખેલ બે મિનિટનો....!
રાહી બનીને આવે રાહબર,
પરંતુ પ્રભુ ના રહે સારથી ..!,
આતમના વેશમાં..!
તો જીંદગીનો એ ....
ખેલ બે મિનિટનો....!
-ઋતંભરા વિશ્વજીત