'મારી મૉં '.
મારી મૉં !બે મિનિટ માં બનતી નુડલ્સ જેવી, ચટાકેદાર,ચટપટી અને મસાલેદાર !
એનાં સ્વભાવ ની લહેજત એવી કે, હરકોઇ એના વ્યક્તિત્વ થી થતું તરબતર !
એની હાજરી કુટુંબ માં કરાવતી કલરવ !
આબાલ વૃધ્ધ સૌ ની પ્રિય! મારી મૉં સમગ્ર કુટુંબ નું અવિભાજ્ય અંગ!
એનાં જવાથી સમગ્ર કુટુંબ માં વ્યાપ્યો સુનકાર !
સુનકાર ! એક અચલ, અડીખમ, સાલસ અને આનંદિત વ્યક્તિત્વ નો. એક એવો ખાલીપો ..............;
.ના કોઈ ભરશે ,
ન ક્યારેય ભરાશે........!