હું તારા દિલની રાણી,તું મારો રાજા છે,
ચાલને વસાવીએ આપણા પ્રેમનું સામ્રાજ્ય.
હાથોમાં હાથ નાખી ઘણું ચાલ્યા,
હવે પૂરી કરીએ સાથે રહેવાની ઈચ્છા જે અધૂરી છે.
મારે મારા પ્રેમની કસોટી કરવી છે,
મારે જોવું છે,મારી મહેંદીનો રંગ કેટલો ઘેરો છે?
સાથે જોયેલા સપનાઓને સાથે મળી પૂરાં કરવા છે,
એ સપનાઓમાં મારે પ્રેમના રંગ ભરવા છે.
હજી કેટલી રાહ જોવી છે?
આ જિંદગી છે,જે કદી રિપ્લે નથી થતી.
મારે મારા તકદીરની કસોટી કરવી છે,
એમાં લખ્યું છે આપણું સાથે રહેવાનું ?,તે મારે જોવું છે.
હવે નથી સહન થતી આ આંસુઓની ખારાશ,
મારે માનવી છે આપણા પ્રેમની મીઠાશ.
હું તારા દિલની રાણી,તું મારો રાજા છે,
ચાલને વસાવીએ આપણા પ્રેમનું સામ્રાજ્ય.
#રાણી