જો મારુ ચાલે ને તો માત્ર તને જ મારી જિંદગી બનાવું,
માત્ર તારા પૂરતી જ મારી આ દુનિયા બનાવું,
તું સાથે તો વસંત, નહીતો પાનખર ,
ધબકારા પણ તારા સાથ સુધીના જ બનાવું,
ભગવાન પણ તું અને દુઆ પણ તને જ બનાવું,
મારી સવાર પણ તું અને સાંજ પણ તને જ બનાવું,
સાચે જો મારુ ચાલે ને તો તને જ મારી જિંદગી બનાવું.😊