ભાગ-૧ એક યુવાનીમાં પગરવ માડતી યુવતી. નાદાનીયત મા પગલુ ભરયુ અને જીવનભર અપમાન. પોતાની જાતને સવાલ પૂછયો કયાં સુધી આખરે આ અપમાન સહન કરવા નૂ? માતા-પિતા એ કેટલું લાડકોડમાં ઉછેરી. સાસરે હમેશા એને અલગ નજરે જાેવાતી, કોઇ ને એના પતયે કોઈ માન નઈ?કાયમ અસલામતી. કેટલીક વાર જેના માટે દરેક વ્યક્તિ ને છોડી ને આવી એનો પન સહકાર નઈ. શુ આ જ જીવન હોય છે. એનું નામ ચંદ્રા. જેવુ નામ અેવું રૂપ. દરેક વાત મા હકારાત્મક અભિગમ રાખવા વાડી ચંદ્રા અાજે આટલી બદલાઈ ગઈ? શું ગુનો હતો એનો? લવ મેરેજ કર્યા એ? ૨૩ વરસ ની ઉમરે ચંદ્રા એ લવ મેરેજ કર્યા. આ ઉમરે દુનિયાદારી ની શી સમજ. અને ચંદ્રા તો પોતાના ને છોડી ને આવી પોતાના પતિને ઘેર. પહેલેથી જ ૨ નણંદ.. સાસુ એ તો કહી દીધું જયાં સુધી મારી દિકરી ના લગ્ન નહિ થાય ત્યાં સુધી તમને કોઈ સુહાગ નો સામાન પહેરવા નઈ દઉં. અને આટલું પૂરતું ના હોય એમ જેના માટે આવી એના સાથે પણ કોઈ સંબંધ નઈ રાખવા નો.. એટલે કે પોતાના પતિ સાથે. હવે મા- બાપ ને ત્યાં કેવી રીતે જાય?