બટકુ ખાવા બેફામ માનવ
શાને સીદ સમજે નહીં...
બનીને આતમ અંધ માનવ,
હજુ કાં અટકે નહીં...
બટકુ ખાવા......
ખોટાને ખોટું સમજે માનવ,
ખોટું છતાં ખટકે નહીં....
સુખની શોધે પરને માનવ,
દુ:ખદે કાં પરવા નહીં..
બટકુ ખાવા...
પંડીત પોતે જ્ઞાની માનવ,
અજ્ઞાન જાણે એને નહીં...
પશુંને દઇ પીડા માનવ,
દયા નજરે કરુણા નહીં..
બટકુ ખાવા...
કળિયુગ કહીને છટકે માનવ,
ભય પ્રભુનો નામે નહીં..
મૃત્યુ માથે ઉભો માનવ
અવશર રહેશે એને નહીં..
બટકુ ખાવા...
સમયથી પહેલાં ચેતે માનવ,
વ્યર્થ ફેરો તેનો નહીં..
કાળા કરમ નાકરે માનવ
મોતે "ધાનડા" મરશે નહીં..
બટકુ ખાવા ...