વાત એ કઈ ખાસ ન જ હતી !
નાની એવી મુલાકાત જ હતી ;
આંખોથી આંખો મળી'તી, ને
આંખોથી જ વાત થઈ હતી.
આગળ વધતા રસ્તે મળ્યા, ને
પછી જ દિલની વાત થઈ હતી ;
આમ કઈ થોડો સ્ફુરે છે પ્રેમ ?
આ તો રોજની આદત થઈ હતી.
હા ની રાહ જ જોતા હતા, ત્યાં
એની પણ હવે હા જ થઈ હતી ;
કાઠુ પડ્યું હવે મળવા એટલે,
મેં જુદી જુદી જગા જોય હતી.
હવે વાત કઈ અફવા થઇ હતી !
ને ચોરે ચોરે ચર્ચા પણ થઈ હતી !
ફરતી આવી વાત એમના ઘરે, ને
એ વાત ત્યાંજ અટકી ગઈ હતી.
ખબર નઈ કેમ વાત થઇ હતી ! ને,
કેમ અમારી મુલાકાત થઇ હતી !
લાગ્યો આંખોનો દોષ મને, એટલે
જ કોઈની નજર લાગી ગઈ હતી.
-પિયુષ કુંડલીયા