એક સરવેય ચાલતો હતો...
કે બધા ગામના સૌથી અમીર વ્યક્તિનું નામ પૂછી લાવવાનું...
કામ બે વ્યક્તિઓને અપાયું ...
એ બે વ્યક્તિ બધા ગામમાં પૂછતા ગયા અને બધા કેહતા ગયાં કે તેમના ગામનો સૌથી અમીર વ્યક્તિ કોણ છે..
છેલ્લું ગામ આવ્યું ને પેલા બે વ્યક્તિઓને એક ગરીબ વૃદ્ધ મળ્યા તો #પ્રશ્ન પૂછ્યો દાદા આ ગામમાં સૌથી અમીર વ્યક્તિનું નામ જણાવશો ...???
વૃદ્ધ હસીને બોલ્યા બેટા આ ગામનો સૌથી અમીર વ્યક્તિ હું પોતે છું પૈસા નથી મારી પાસે પણ ભગવાને તંદુરસ્તીની સમૃદ્ધિ આપી છે મને અને આજે તમારી સમક્ષ અડીખમ જવાબ આપી શકું એવો ઉભો છું...
પેલા બેવ વ્યક્તિ ખુશ થઈ ગયાં અને દાદાને નમન કરી ચાલ્યા ગયા....
ભાવાર્થ: પૈસા જ માણસની સમૃધ્ધિ હોય એવું જરૂરી નથી માણસની તંદુરસ્તી પણ તેની સમૃધ્ધિ હોય શકે...DJC✌️😇
#પ્રશ્ન