દિકરી ચાલી સાસરે,
હજારો પ્રશ્નો નું પોટલું લઈ,
શું ફરશે માથે હાથ પિતા જેવો?
શું મળશે મને હુંફ માતા જેવી?
શું મળશે મને ઉડાન પિયર જેવી?
શું મળશે મને પિયુનો પ્રેમ એક સખા જેવો?
શું બની શકીશ હું સખી રાધા જેવી?
શું જીતી શકીશ હું સૌનો પ્રેમ સારી ગ્રુહણી બની?
સાથે લાવેલુ આણુ તો ખોલીને દેખાડી શકાશે પણ
પ્રશ્નો ના પોટલાં ની ગાંઠ ને તો મનમાં સંગ્રી નેજ ખોલવી પડે.
#પ્રશ્ન