પ્રશ્ન
એક પ્રશ્ન પૂછું, જવાબ આપીશ?
કેમ આવે છે તું યાદ, જવાબ આપીશ?
તને પ્રેમપત્ર લખું ,જવાબ આપીશ?
મારી આંખ કેમ તને જોવા તરસે છે ,જવાબ આપીશ?
મારું હ્રદય કેમ તારા માટે ધડકે છે ,જવાબ આપીશ?
કેમ તારી યાદ મારી આંખમાંથી આંસુ બની વહે છે,જવાબ આપીશ?
હજી બેઠો છું ,તારી રાહમાં ,તારા પાછા આવવાની આશમાં,
તું આવીશ ને જવાબ આપીશ?