હર એક સવાર નવો પ્રશ્ન લઈને આવે છે.
પછી તેનો જવાબ તો સાંજ દઈ આવે છે.
સવાલ જવાબ કે પ્રશ્ન ઉતર બધા ના આવડે,
છતાં પણ જુઓ પરીક્ષા બધા દઈ આવે છે.
કોરોના વાઇરસ થી બચવાનો પ્રશ્ન મોટો છે,
જાણવા છતાં બહાર ચક્કર મારી આવે છે!
પ્રેમમાં તો કોઈ પ્રશ્ન કે ઉતર નથી હોતા પણ,
પ્રશ્ન ની લાંબી યાદી પ્રિય પાત્ર લઈ આવે છે!
પ્રશ્ન કોઈના પૂછતાં આજની પેઢી ને અનિલ,
તે જવાબમાં અનેક એક પ્રશ્ન લઈ આવે છે.
#પ્રશ્ન