આંખો મારી છે પણ એમાં માત્ર તારીજ છબિ દેખાય છે,
રાતના સપનાઓ પર પણ તારોજ અધિકાર છે.
હોઠ મારા છે પણ સતત તારું નામ જપાય છે,
હૃદય મારું છે પણ ધબકારા તારા નામના છે,
હાથ મારા છે પણ માત્ર તારું નામ લખાય છે.
શ્વાસ મારા છે જે માત્ર તારા માટેજ શ્વસે છે,
પ્રશ્ન એ છે કે જે હું અનુભવું છું એ તને પણ અનુભવાય છે?
પ્રશ્ન એ છે કે આ હું છું કે તું છે?
નિમિકા.
#પ્રશ્ન