સબંધો !
માણસ જાતી એ શોધેલા કેટલાક શબ્દો માંનો એક. આ સારો કે ખરાબ એ તો સમય જ નક્કી કરતો હોય છે.
કેટ-કેટલા પ્રકાર હોય છે આના નઈ ? કોઈ માટે હૂંફ માટે વપરાતો શબ્દ , તો કોઈ માટે પ્રેમ નો પર્યાય શબ્દ, કોઈ માટે જવાબદારી લઈને આવે તો ક્યારેક સુખ કે દુઃખ નું કારણ.આપણી આસપાસ જીવતા જીવન માં આ શબ્દ નું મહત્વ એટલું જ છે જેટલું મહત્વ જીવતા રહેવાનું છે. બીજા શબ્દો માં એ જીવન નો સમાનાર્થી શબ્દ જ માની લો. આપણને જાણતા કે અજાણતા એક ટેવ પડી ગઈ છે. સંબંધોને નામ આપવાની ટેવ. માણસો પર ટેગ લગાવવાની ટેવ. આપણે કોઈ વ્યક્તિ કે માણસ સાથેના સંબંધ ને કોઈ નામ આપીને અપડા વિશ્વ ની આજુબાજુ એક લક્ષ્મણ રેખા દોરી દેતા હોઈએ છીએ. દરેક પોત પોતાની જરૂરિયાત મુજબ સંબધ બનાવતા હોય છે અને અનુકૂળતા મુજબ એને મોડીફાઈ કરવાની સ્વતંત્રતા લઇ લેતા હોય છે.પરંતુ છેલ્લે આપડે બધા આ સમય ની નીપજ કરતા વિશેષ કઈ જ નથી એટલે આપણી ઈચ્છા હોવા છતાં આપણે કંઈ કરી શકતા નથી. ક્યારે સમય ને આધીન ,ક્યારેક પરિસ્થિતિ આપણને પરવાનગી નથી આપતી તો ક્યારેક આપણે બંધાયેલા હોઈએ છીએ. આપણી વિચારસણી થી , આપણાં હદય ના અવાજ થી. આપણે ક્યારેક કશુક માની કે ધારી લેતા હોઈએ છીએ. પરિસ્થિતિ વીશે, માણસો વિશે, માણસો ના સ્વભાવ , મન વિશે અને વિચારવાની ઢબ વિશે. આપણી આ જ માનવાની કે ધારવાની ટેવ આપણા સુખ -દુઃખ નક્કી કરતી હોય છે. કોઈ વ્યક્તિ કંઈ ન બોલે તો પણ આપણે આપણી ટેવ ને આધીન વર્તન કરતા હોઈએ છીએ. જ્યારે વ્યક્તિને કંઈ ખબર ન હોય અને બોલતી નથી તો ચૂપ છે તેમ કહી શકાય પરંતુ બધી જાણ સાથે સમજણ થી ચૂપ રહે તો એ મૌન હોય છે. તો આપણે આપણી જ આજુબાજુ ના કેટલા મૌન ઉકેલી શકીએ છીએ? અથવા એ ઉકેલવા કેટલા પ્રયાસો કરીયે છીએ ? કોઈ પોતાના લાભ માટે તો કોઈ ઈગો ને પેમ્પર કરવા માટે , કોઈ કોઈને દેખાડી દેવા માટે તો કોઈ સમય કાઢવા માટે સંબધો રાખતા હોય છે. નિસ્વાર્થ નિખાલસ ને હસમુખ સંબધો આ ટોળા માંથી સરળતાથી તરી આવે છે. એને જરૂર છે માત્ર સમય ના તણખલા ની. અહીં પણ મોટું બજાર ભરાયુ છે , પોટ પોતાની જરૂરિયાત મુજબ ના સંબધો ગોતવામાં. અને આ શોધ અવિરત ચાલતી રહે છે. ક્ષણભંગુર જીવન ની ઘટમાળા ચાલતી રહે છે અવિરત. અહીં કોઈ મિત્ર, પ્રેમી કે દુશ્મન હોતું જ નથી એ તો માત્ર આ સમય ના રંગમંચ ના પૂતળા થી વિશેષ કઈ નથી. આજે આપણે કોઈ નાટક ના નાયક છીએ તો કાલે એ જ નાયક બીજું કોઈ હશે . આજે જે પહેલી હરોળ માં બેઠા છે કાલે કદાચ હોય જ નહીં. એટલે સંબધો સમય સાથે બદલાયા કરે છે. લાગણીઓના મેગ્નિટ્યુડ આપણી ધારણ અને અપેક્ષા બહારના હોય છે. એમાં પર્યાવરણ નહીં પણ પરિસ્થિતિ કામ કરે છે.
છેલ્લું દ્રશ્ય :- નિસ્વાર્થ , નિખાલસ અને હસમુખ સંબધો સમય ના તણખલા પકડીને તરી જાય છે.