# ખાનગી
ખાનગી ખાનગી શું વાત કરું?
એ ખાનગી વાત જાહેર થઈ ગઈ !
ન બોલી શકાયું હોઠો થી ,
તો એ નયને ખાનગી વાત કરી દિધી.
ન બોલી શકાયું તને જોઈ ને,
તો એ મૌને ખાનગી સ્વીકૃતિ આપી દિધી .
ન ઓળખી શકી તને મળી ને,
તો દિલે ખાનગી સ્વીકાર કરી દિધો.
ન કરી શકી તારા પ્યારનો એકરાર,
તો ખાનગી માં જીવન જ તું મારુ સવઁસ્વ છે ...#