દીકરી અને પપ્પા વચ્ચે ઘણી વાત ખાનગી હોય છે.
દીકરા ને મમ્મી વચ્ચે અનેક વાત ખાનગી હોય છે.
સહપરિવાર ની લુપ્ત થતી પ્રથા સરા જાહેર પણ,
દરેક સંબંધ માં અને કુટુંબોમાં વાત ખાનગી હોય છે.
આજની પેઢીની હા માં હા મિલાવો તો સારું લાગે,
કંઇક ગળે બાજેલા ડુસકા ને અશ્રુ ખાનગી હોય છે.
સમજણના પાઠ આખી જિંદગી શીખ્યા અનિલ,
"મને કશી સમજણ "નથી કહેવું ખાનગી હોય છે.
#ખાનગી