Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મઘમઘતું પુષ્પ*
🌹🌷🌺🌸🌻
મઘમઘતુ પુષ્પ બિચારૂ ડઘાયેલું, મુઝાયેલું...!
વિચારતુ......!
કે
આ મનુષ્ય એવો તો ક્યાં અટવાયો....!?
સમસમીને એવો તો ક્યાં સંતાયો....!?
મઘમઘતો મોગરો
બોલ્યો,
મારી વેણી પહેરી નવલા કેશ શણગારી ,
સુશોભિત નારી પણ કેમ ઉદાસ...!?
ગુલાબ કેરી કળી સમ બાળુડા
આજ કેમ છે, નિરાશ....!?
ત્યાંજ......
એક ઉડતું રંગરંગીલુ પતંગીયુ આવ્યુ ને બોલ્યુ....!
મઘમઘતુ માનવ પુષ્પ જ આજ બિચારુ મુરઝાયુ છે...!
કારણકે.....
આખી ધરતી પર કોરોનાનું સામ્રાજ્ય છવાયું છે....!
મઘમઘતા પુષ્પો સૌ પતંગિયાની વાત સાંભળી એક સાથે બોલી ઉઠ્યાં....
કે ,
શું બાગને પણ *સેલ્ફ ક્વોરેન્ટાઈન* કર્યો છે કે શું ...!?
અમારામાંથી પણ કોઈકને જરૂરથી છીંક આવી હશે....!!!
એટલે જ કોઈ માનવ અમારાથી પણ *સોશિયલ ડિસ્ટન્સ* રાખતો લાગે છે....!
આ લીલુડી ધરતી પર માનવની ચહેલપહેલ વગર સૌ સુનકાર છે....!
શાંતી ખરી પણ ભેકાર ....!
કુદરત પણ માનવનો
સહવાસ ઝંખે છે...!
સૌ એકમેક વગર અધુરા ને ખાલી ખાલી,સુનાસુના...!!
વૃક્ષ,પશુ,પંખી,નદી,પર્વતો,દરીયો,
આકાશ,રસ્તાઓ,
શેરીઓ...!
બધાય એકલા અટુલા...!
એકમેકના સંગાથ વગર અવાક...!
કોઈ એમની ખોવાયેલી વસંત પાછી લાવો...!
બહારો ફુલ બરસાવો...!
🌹🌻🌸🌺🌷
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Blog by Rutambhara Thakar : 111380677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now