#ખાનગી
એક વાત મારી ખાનગી હતી
એ કહી દેવામાં હું માનતી હતી
નજરથી નજર શરમાઈ હતી
પ્રણયની પ્રીતથી ઉભરાઇ હતી
કરીને ઇઝહાર દિલથી પ્રેમનો
રંગે એના રંગમાં રંગાઈ હતી
છુપાઈને જોતી તેને જ્યારે
મન ભરીને હું હરખાઈ હતી
બસ હતી વાત મારા સુધી તો
એમને કહેવાની અધીરાઇ હતી
વાત છુપા પ્રેમની ખાનગી હતી
બિંદીયા તે કહેવા લલચાઈ હતી
બિંદીયા