મેં સહુ ને સમજવાની કોશિષ કરી છે,
ને ખુદ ને સુધારવાની કોશિષ કરી છે!
કોઇના દિલનાં દરવાજા ખોલવા
ગળે લાગવાની મેં કોશિષ કરી છે!...
સતત હાર માની નથી થાક્યો,
ફરી ઉઠી દોડવાની કોશિષ કરી છે!
નથી કોઈ તાળા કે કુંડી અહીં
પાસવર્ડ ક્રેક કરી પેશવાની કોશિષ કરી છે!...
મેં ખુદને સુધારવાની કોશિશ કરી છે!...
#પાસવર્ડ