જોખમમાં લાગ્યું અસ્તિત્વ ઈશ્વરને પોતાનું,
દોડી રહેલી દુનિયા ને જોઈ.
થંભાવી દીધી દુનિયા ને સ્ટોપ નુ બટન દાબી,
મોકલી ને કોરોના વાઈરસ.
થંભી ગઈ દુનિયા,લોકડાઉન થઈ ગયા લોકો,
મચી ગયો હાહાકાર ચારેકોર.
પણ ભુલાય ગયો છે ઈશ્વર થી,
સ્ટાર્ટ નો પાસવર્ડ.
યમરાજા ને તો લોટરી લાગી,
રોજ અગણિત માનવોને લાવી.
હે ઈશ્વર યમરાજ પણ થાકી જશે,
જો જલ્દી નહી શોધો સ્ટાટૅ નો પાસવર્ડ.
ચાલો આપણી જાતને બચાવી એ,
ઘરમાં રહી ફેમીલી સાથે
ઈસ્ટો, સાપસીડી, લ્યુડો, ચોપાટ રમી,
જ્યાં સુધી ન મળે સ્ટાટૅ નો પાસવર્ડ.
આપણી જાતને આપણે બચાવીએ,
એક બીજા થી દુર રહી વાતો કરીને.
સંક્રમણ ની સ્થિતિ ને ટાળીને,
જ્યાં સુધી ન મળે સ્ટાટૅ નો પાસવર્ડ.
દુનિયા માં જેટલી પ્રગતિ થઈ છે,
તેટલી જ પાછળ ચાલી જશે,
જો જલ્દી નહીં શોધાય સ્ટાટૅ નો પાસવર્ડ.
હે ઈશ્વર માનવી ની સહાય લઈને અથવા
માનવીની સહાય કરીને જલ્દીથી
શોધી લે સ્ટાટૅ નો પાસવર્ડ નહીં તો
માનવ રહિત દુનિયા તને જ જોવી નહીં ગમે.
#પાસવર્ડ