Gujarati Quote in Motivational by Sunil N Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પાસવર્ડ

શાળામાં વર્ગખંડમાં સુંદર સરસ મજાની પ્રાર્થના ચાલે છે દરેક બાળકની આંખો બંધ છે.

"મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારા રે
નહિ પૂજારી નહિ કોઈ દેવા નહિ મંદિરને તાળાં રે..."

વર્ગ શિક્ષક પ્રાર્થના પૂર્ણ થતા બાળકોની હાજરી પૂરતા હતા. નરેશ, વિશ્વ, વિભૂતિ, દ્રષ્ટિ ચેતન,હરિ વગેરે..

ખ્યાતિ નામ બોલીને શિક્ષક અટકી જાય છે બટા તું કાલે કેમ ન હતી આવી ?

ટીચર મમ્મીને નાનો બાબો આવ્યો છે તેથી હું ઘરે ફોઈ પાસે હતી. સ્કૂલમાં આવી શકી નહીં.

અરે વાહ સરસ .. ચોકલેટ લાવવી છે ને?

ખ્યાતિ હસીને હા કહે છે. તેનું સુંદર અને નાનો ચહેરો અને નાના-નાના હાથ અવાજ સૌથી મોટો શિક્ષક તેની સૌથી નજીક જ બેસાડતાં હતાં

રીશેષ નો સમય ખ્યાતિ નાસ્તો કરીને પોતાના માટે પેન્શન લેવાની છે તેમ કહીને સ્કૂલ નીચે જાય છે

એટલામાં એક આધેડ તેની પાસે આવે છે."દીકરી તારા માટે પેન્સિલ લીધી છે, રમકડા લીધા છે, ચોકલેટ પણ લીધી છે,તું મારી પાસે આવ હું તને આપું. તેની આંખો લોભ અને લાલચથી ભરેલી હતી

ખ્યાતિ તે જોઈને પાસે જાય છે તેમાંથી એક પેન્સિલ તો તે હાથમાં લે છે ચોકલેટ પણ તેને હાથમાં છે.
અંકલ તમે કોણ મે તમને ઓળખ્યા નહીં
હું તારા મમ્મી-પપ્પાનો મિત્ર છું હું તને સ્કૂલમાંથી લેવા આવ્યો છું.
ખ્યાતિ અટકી જાય છે. પેન્સિલ ચોકલેટ તેમને પાછી આપે છે.

અંકલ તમે મને લેવા તો આવેલ છો પણ મારા મમ્મી દ્વારા આપવામાં આવેલ "પાસવર્ડ" તમને યાદ છે ?
આધેડ ના પાડે છે.
હું તમારી પાસે નહિ આવું તેમ કહી ખ્યાતિ ક્લાસરૂમ માં પહોચી જાય છે.

ખ્યાતિ ઘરે આવીને દરેક વસ્તુ તેમના મમ્મી પપ્પાને જણાવે છે બંને જણા એકદમ ડઘાઈ જાય છે ખ્યાતિ સામે જુએ છે.

અરે આજે આ દીકરીએ સમય સૂચકતા ન રાખી હોય અને તેના મમ્મી દ્વારા પાસવર્ડનો આપવામાં આવ્યો હોત તું મોટી ભૂલ થઈ જાત ક્યાંક તે વ્યક્તિ તેના અંગ ઉપાંગ કાપીને અથવા તેને ભિખ મંગાવવાનું કામ કરાવત વિચારીને એના મમ્મી નો આભાર વ્યક્ત કરે છે ખરેખર તે પાસવર્ડ ન આપ્યો હોત તો આપણી દીકરી ક્યાં હોત?

શાળામાં બીજા દિવસે જઈને ખ્યાતિ ના પપ્પા વિગતવાર પ્રિન્સિપાલ સાહેબે જણાવે છે સાહેબ બધી વાત સાંભળીને નોટિસ આપાવે છે.

તેના મમ્મી દ્વારા ખ્યાતિ ને આપવામાં આવેલ નાનકડા "પાસવર્ડ" એ તેનો જીવ બચાવી લીધો "તમે પણ તમારા બાળકને જરૂર એક પાસવર્ડ આપજો એ પછી રાધે કૃષ્ણ હોય મમ્મી પપ્પા હોય અને તે માત્ર બાળક અને આપ જાણો જેથી આવું ક્યારેય ન થઈ શકે..!"


આજા પૃથ્વી અને ભારત એક lockdown છે અને મિત્રો ખ્યાલ છે તેનો પાસવર્ડ શું છે ?
"માનવતા "જો દરેક વ્યક્તિ પોતાના મનમાં માનવતા રાખે ક્યારેય કોઈનું અહિત ન કરાય સૃષ્ટિ માં રહેતા વન્યજીવ હોય મનુષ્ય હોય નિર્જીવ વસ્તુઓ પોતાના લોભ મોહ અને સ્વાર્થમાં તેને ક્યારેય હાનિ ન પહોંચાડે અને જાણે અજાણે હાની પહોંચી હોય તો તેની માફી માંગે. આ એક પશ્ચ્યાતાપ નો સમય છે.

સુનિલકુમાર શાહ

Gujarati Motivational by Sunil N Shah : 111378149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now