રોજ થાય છે સવાર ,
એક જવાબદારી સાથે ..
શુ એ સવાર
ખુદ માટે ના થઇ શકે?
રોજ ખવાય તો જાય છે ,
જિંદગી ચલાવવા માટે ...
શુ એક દિવસ મોજ થી
સ્વાદ થી ના ખાય શકીએ ?
રોજ કામ ધંધે જવાય છે ,
પૈસા કમાવવા ની માયા એ
શુ એક દિવસ કામ ને
શોખ થી ના બનાવી શકીએ?
રોજ પૂજા પણ થાય છે ,
ઈશ્વર ની માંગો ને પૂર્ણ કરવા
શુ એક દિવસ વગર માંગીએ
ના નમી શકીએ ?
રોજ અપાય છે ,
માન દરેક ને અહીં
શુ એક દિવસ દિલ થી કોઈ માટે
સન્માન ના કરી શકીએ?
રોજ સબંધો સાચવવા ,
ફોન કે મેસેજ કરાય છે
શુ એક દિવસ ખુશી થી
કોઈ ને યાદ ના કરી શકીએ?
જિંદગી જીવવી છે કારણકે ,
ભગવાને આપી છે
શુ એ જિંદગી ને આપણે
દિલ થી ના માણી શકીએ?
આ કવિ હોવા ને લીધે ,
બધા શબ્દ ભંડોળ સાથે
શુ આપણે એક ખુદ ના
વિચારો ને અમલ ના કરી શકીએ?
- Honey Lakhlani