# ડો. જયંતિ રવિ મેડમ (IAS)
ગુજરાત ના આરોગ્ય સચિવ જયંતિ રવિ મેડમ (IAS) સ્વભાવે સરળ સહજ ભ્રષ્ટાચાર નો દાગ નહીં કડક વહીવટ કરતા જયંતિ રવિ જી મદ્રાસ યુનિવર્સિટી થી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે, IAS માં ગુજરાત કેડર ના અધિકારી હંમેશા ગુજરાત માં ગમેતેવી પરિસ્થિતિ માં કામ કરેલ છે 2002 સમયે પંચમહાલ કલેક્ટર હતા એ સિવાય શિક્ષણ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વ ના વિભાગો તેમનું યોગદાન છે, હુ વ્યક્તિગત રીતે 2003ના વર્ષથી ઓળખુ છુ. વર્ષ 2003માં તેઓ મારા ગામે શાળા પ્રવેશોત્સવમાં આવેલ. તે સમયે તેમની કડક છાપ હોવના કારણે જિલ્લાના અધિકારીઓ પણ ફફડતા હતા. તેમણે મારી શાળામાં હાજરી આપી તેમણે બળદ ગાડામાં બેઠા બેઠા મારી પત્ની સાથે શાળામાં કામ બાબતે ચર્ચા કરી અને એ એટલા પ્રભાવિત થયા કે તેમણે તે દિવસના અને રાતના તમામ કાર્યક્રમો રદ કર્યા. રાત્રે તેમને દ્વારકા ખાતે જામનગર જિલ્લાના તમામ અધિકારીઓની અગત્યની મીટીંગ હતી. તે મીટીંગ મારી શાળામાં યોજી અને રાત્રી રોકાણ મારા ઘરે કર્યુ. તે સમય એટલે વરસાદનો સમય અને મારા ગામમાં તે રાત્રે લાઈટ પણ ન હતી. તે રાત્રે તેમની સાથે ઘણી બધી વાતો થઈ. એ એટલા સરળક કે ન પુછો વાત! સાજે દિવાના અજવાળે મારા બા ચૂલા પર રોટલા બનાવતા હતા તો તે સાથે ધુમાડો ખાતા રોટલા ઘડવા બેસી ગયા. સવારે ટાઢો રોટલો અને દહી ખાધુ. મારા બા અને દાદી સાથે ઘણી વાતો કરી. મારા ઘરમાં તેમણે રાત્રે પુસ્તકો જોયા અને તેમા તેને એક ઈશાવાસ્યમ્ પુસ્તક જોયુ. અને તેમણે કહ્યું કે હું અત્યારે દિવાના અજવાળે આ પુસ્તક વાચવા માગુ છું તો આપો. મે કહ્યું બેન ઈ પુસ્તક આપણી યાદ માટે તમને હુ ભેટ આપુ છું. તો તેમણે કહ્યું કે આવું કિંમતી પુસ્તક મારાથી ન લેવાય. મે આગ્રહ કર્યો તો એ તૈયાર તો થયા પણ તેના બદલામાં તેમણે મારા બાને એક ચાંદીની ડબી ભેટ આપી. જે ડબી તે નાના હતા ત્યારે તેમની બાએ આપેલ. મેમ સારા વહીવટ કરતા કડક અધીકારી ની છાપ વચ્ચે હૃદય ના એટલા જ પ્રેમાળ છે. હું 26 જાન્યુઆરીના દિવસે મહામહીમ રાજ્યપાલ શ્રીના એટહોમ કાર્યક્રમમાં હું રાજભવન ગાંધીનગર ગયો. ત્યાં તેને મે દૂરથી જોયેલા. પણ મને શંકા હતી કે પંદર સોળ વર્ષ પછી એ મને ઓળખાય હશે? પણ મારા આશ્ચર્ય વચ્ચે મને મોટેથી બુમ પાડીને મારા નામથી બોલાવ્યો કે વિમલ અહીં આવ. હું તો અવાક્ જ બની ગયો આટલી ભીડમાં આટલા વર્ષો પછી માત્ર એક મુલાકાતથી મને આટલા બધા ઓળખે? તેમણે તેમની સાથેના તેમના કેડરના ઘણા બધા અધિકારીઓ સાથે તથા તેમના પતિ સાથે પરિચય કરાવ્યો. તમને નવાઈ લાગશે કે તે મારી પત્નીનું, મારી બાનું, મારા દાદીનું તેમ જ બહેનનું નામ પણ જાણતા હતા. તે દિવસની ઘણી બધી વાતો તેમા કેડરના અધિકારીઓને કહી. તેમણે મીઠો ઠપકો પણ આપ્યો કે ગાંધીનગરમાં આવે છે અને અને મને મળતો પણ નથી? મને એક ફોન પણ નહીં? તેમણે પોતાના પર્સનલ ફોન નંબર પણ આપ્યા. અને તેમણે ફરી શિવા મારા ઘરે રાત રોકાવાની ઈચ્છા પણ વ્યકત કરી. રવિ મેમ 11 ભાષા ઓ જાણે છે.સંસ્કૃત માં ગણી બુક લખી જે નવાઈ લાગે તેવી વાત ત્યારે લાગી જયારે મેમ ખૂબ સારા ગુજરાતી ભજન ગાય છે મેડમે મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ કરેલ છે
#ભૂતકાળ