'વિસામો'
તારા હ્રદયના એક ખુણામાં વિસામો તો મળે,..!
જાણે જનમો-જનમનો 'તારો સાથ' મળે,...
વિતી રહી છે જિંદગી આ અટપટી રાહમાં,...!
તારો સાથ મળે તો એક 'નવી દિશા' મળે,...
કયાં હું ,કયાં તું ,..! હા શક્ય નથી એક થવું,..!
છતાં...!એક વિચાર મળે તો એક 'નવી મંજીલ' મળે,...
"હા હા... રહી લઈશ તારા વગર" કહીને સમજાવી લઉં છું હું ખુદને...!
છતાં...!.આશ એ જ હોય છે કે,સાથે જીવવાનો એક 'તારો ઈશારો' મળે,...
વિતાવી દઈશ ઉમ્ર તારા હ્રદયના ધબકાર બની,.!
હા,પણ...!..તારા હ્રદયના એક ખુણામાં 'વિસામો' મળે.
- "વિદ્યા પાડવી.જિ-તાપી."