સાથે
________________
રોજ નવી કિરણોની સાથે,
ઉઠું છું એક આશા સાથે.
મનમાં ભરી ઉમંગો સાથે,
આંખોમાં નવા શમણાં સાથે.
કોઈ તો આવે, કયાંકથી લાવે!
પ્રીતિમાં ઘોળી શબ્દો સાથે.
કયાં ખોવાયા કોણ જાણે?
ચહેરા સાચી ઓળખ સાથે!
હે ઈશ્વર કરી દે કૃપા,
અવતરી ફરી વાંસળી સાથે.
-સિદ્ધિ