સમયને પોતાને કાળ જેવું કંઈ હોતું નથી.
એ પોતે પળે પળે આગળ વધતો જ રહે છે.
માણસે જ તેને ત્રણ ભાગમાં વહેંચ્યો છે--
ભૂતકાળ તેને ડંખ્યા કરે છે,
બીજો કાળ તેને ગમતો નથી, અને
ત્રીજા પર તેને વિશ્વાસ નથી.
કાળને ભૂલી જિંદગી જિવાય
એમાં જ શાણપણ અને
સમસ્તનું હિત છે.
-- પ્રવીણ શાહ
#ભૂતકાળ