Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો વર્તમાન આવતી કાલે ભૂતકાળ બનશે,
આજનો વસમો સમય કેમ કરીને કોઈ ભૂલશે?

આપણા જીવનનો આનંદ માણીએ કે બીજાના મૃત્યુનું દુઃખ,
આ બધાની આગળ વામણા લાગે બધા સુખ.

કોઈએ ખોયા છે સ્વજન,મિત્ર, કોઈએ ખોયો પ્રેમ,
કેમ કરીને પાર પડશે આ જીવનચક્ર હેમખેમ?

હજી કેટલા કાળા પાના બાકી છે ઉથલવવાનાં?
હે હરિ ,સામે જો,પામર માનવી કરે ધમપછાડા જીવવાના.

બસ ઈશ્વર ,બહુ થયું માનવીએ જાણી પોતાની ભૂલ,
રોક, નહિ તો રહી જશે હૃદયમાં આ સમય બનીને શૂળ.

આજનો વર્તમાન આવતીકાલે ભૂતકાળ બનશે,
આજનો વસમો સમય કેમ કરીને નિમિકા ભૂલશે?

#ભૂતકાળ

Gujarati Motivational by Nimika : 111376898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now