sung and composed by Me....let me know ur suggestions please 🙏
મા તે મા બીજા બધા વગડાના વા..
વાત્સલ્યની મૂર્તિ એટલે મા.... બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર "મા"
તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.
👇 સાંભળો મારી YouTube chennal પર
https://youtu.be/mNFzug6Zfe8
તું છે દરિયો ને હું છું હોડી...!
મા, મને કેમ ખબર પડી મોડી...?
આખું આકાશ એમાં ઓછું પડે,
એવી વિરાટ તારી ઝોળી...!
કે...મા, મને કેમ ખબર પડી મોડી...?
તડકાઓ પોતે તેં ઝીલી લીધા,
ને છાંયડાઓ આપ્યા -અપાર,
એકડો ઘૂંટાવીને પાટી પર દઈ દીધો
ઈશ્વર હોવાનો આધાર...
અજવાળાં અમને ઓવારી દીધાં ને,
કાળી ડિબાંગ રાત ઓઢી...!
કે ...મા, મને કેમ ખબર પડી મોડી...?
વાર્તાઓ કહી....નેવાવેતર કીધાં,
ને લાગણીઓ સીંચી ઉછેર,
ખોળામાં પાથરીહિમાલયની હૂંફ,
ને હાલરડે સપનાંની સેર,
રાતભર જાગી જાગીને કઅરી તેં
ઈશ્વર સાથે જીભાજોડી...
મા, મને કેમ ખબર પડી મોડી...?