ક્ષણ છોડી ને ,
સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ ,
નદીમાં શોધું છું !!
છે બધું છતાં કેમ,
ખૂટે છે કશુ ?
સુખના કારણો,
અતીતમાં શોધું છું !!
સમાયું બધુંએ ,
શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું ,
અતિમાં શોધું છું !!
ભટક્યા કરે છે મન ,
આદતોને વશ !
તેનાં બહાના ,
સપ્તપદીમાં શોધું છું !!
હશે ચોક્કસ કારણો ,
મારા જ છતાં !
કારણો વિફળતા,
નિયતિમાં શોધું છું !!
થવાય જો સ્થિર ,
તો તે સહજ મળે !
ટેવ, વશ,લક્ષ્ય ,
હું ગતિમાં શોધું છું !!
હા કેટલો સ્વાર્થી છું
હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું ,
આપત્તિમાં શોધું છું !!
🌹 Jay Jinendra 🌹