મારો સમય પણ આવશે!!!
આજનો સમય ભલે જાણતી નથી
ક્યાં લઈ જઈ રહ્યો છે કે
હું પોતાને લઈ જઈ રહી છું ...
પરંતુ સાલુ સપના જે બચપણમાં જોયા હતા
તેમાંના એક પર પણ ખરી ઉતરી છું???
પ્રશ્ન આ એક નથી
કેટલાય પ્રશ્ન મનમાં લઈ ફરી રહી છું
પણ સાલુ સમય જવાબ આપી દેશે
બસ એ જ આશે થંભી ગઈ છું ...
રોજ રાત પડેને વિચારોનો ટોપલો આવે છે
પણ લાગે છે સમય જતા એ પણ બદલાઈ જશે
જ્યારે મારા કર્મ બદલાશે
તે સો ટકાની વાત છે...
કર્મ સાથે મારો સમય પણ બદલાશે ...
આજના સમયને એક જ પ્રાર્થના છે
કે તુ બસ મારી આળસ લેતો જા
જેથી આવતા સમય માટે
હું કહી શકું કે મારો સમય પણ આવશે!!!
DJC✌️
(INSTAGRAM@savicha_sara_vichar)