ગઈકાલે રાત્રે બહુ મજા આવી. જલસા પડી ગયા. એવી સરસ મીઠી મીઠી નીંદર આવી કે એક પડખે સવાર પડી ગઈ.
ઘણા સમય પછી આત્મજ્ઞાન થયું કે આ ચવાણું શબ્દ નો ઉદય "ચાવણું" પરથી આવ્યો. અને આ "ચાવણું" એટલે સુધરેલા માણસો નું "biting".
ફરસાણ ની દુકાને વિવિધ ફરસાણ નો છેલ્લે વધતો માલ જેમાં મસાલાઓ વધુ હોય તે આમતો waste માલ હતો. ધંધા માં નુકશાન હતું. આ waste માલ એક ડબ્બા માં ભરવામાં આવતો અને અકસ્માતે એક નવુ વ્યંજન બની ગયું.
કાલે હું એક research paper વાંચતો હતો જેમાં એક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ ભરની વાનગીઓ માં વપરાતા ફ્લેવરિંગ agents એટલે કે મરી મસાલાઓ નો data crumb કર્યો અને આશ્ચર્યજનક તારણો બહાર આવ્યા. હિન્દુસ્તાન માં વપરાતા કોઈપણ મસાલાઓ નો overlapping flavor નથી. જે હિન્દુસ્તાન ના વાનગી વૈભવ અને વાનગી વિરાસત માટે ગૌરવ ની વાત કહેવાય.
કેવો વૈભવશાળી વારસો.. પણ દુર્ભાગ્ય ની વાત એ છે કે ઇતિહાસે ભોજન ને મહત્વ ન આપ્યું.. તેનું શાસ્ત્રો માં documentation ન થયું...
ખેર ચાવણા માં મજાનો નશો છે.. ખાવામાં સ્મૂથ છે પણ કીક જોરદાર લાગે છે..
તમને ક્યાંનું ચવાણું ભાવે?