તારું નામ
તારા હોઠ પર શોભે છે નામ મારું,
જેમ ફુલડાંની પાંખડીમાં તડકો.
વાયરાની સાથે અથડાય તારું નામ,
મનના ધબકારે'ને અશ્રુમાં ચમકે છે
પણ નામ તારું,
પંખીઓના ટહુકે રાગ છે તારો,
કહું છું ઓસમ અનુરાગ છે એ તારો.
લખવા બેઠો મારુ નામ
'ને પ્રત્યેક પળ લખાય એ તારું નામ.
તારા હોઠ પર શોભે છે મારુ નામ.
જેમ શોભે ચંદલિયા આભમાં,
છે એમાં પણ તારું નામ.
#ઓસમ