આજે હું મૃત્યુને મળી આવી
આશ્રય આપેલા શબને જોઈ આવી
સ્વજનોના વિલાપથી રૂબરૂ થઈ આવી
કાળની ગતિ છે અકળ, યાદોના સંભારણા ઝીલી આવી
અંતિમ સાથી નથી કોઈ, તે સચ્ચાઈ નીરખી આવી
શું લાવી કે શું લઈ જવાની એટલું પરિમાણ કરી આવી
"વિશ" જીવનની કિતાબ "હું" અર્પણ કરી આવી...
vishruti "tiya"