#કટોકટી જેવો સમય આવી ગયો છે. સખત helplessness નો અનુભવ થશે.
હું કહું છું એ વાત પર વિચાર કરજો અને કાંઈક ખૂટતું હોય કે ખોટું હોય તો જણાવજો કારણ કે આ બધું મને પણ લાગુ પડે છે. 😪
1... બે વખત નહી એક વખત રાંધીએ.. રાંધણ ગેસ બચાવીએ. ગેસ આપવાવાળાને પણ પરિવાર છે.
2... બધા એક રૂમમાં રહીએ. વીજળી બચશે.
3... પાણીનો બગાડ ન કરીએ.
4... જરૂરિયાત ઓછી કરી નાખીએ. ચીજ વસ્તુઓ લિમિટમાં મળશે એવું બની શકે છે.
5... ખોરાકનો બગાડ ન કરીએ.
6... ઘરનું વાતાવરણ હળવું રાખીએ. આપણે સતત ઘરમાં રહેવા ટેવાયેલા નથી. ખાસ તો બાળકો કંટાળી જશે.
7... સારું વાંચન અને વાર્તાલાપ કરી. મન હળવું રાખીએ. કંટાળો આવવાનું ચાલુ થવાનું છે.
8... કામ વગર બિલકૂલ બહાર ન નીકળીએ.
9... આ વાઇરસ ફક્ત સ્પર્શથી નહીં હવાથી પણ ફેલાય છે એટલે એ વિશે પણ ધ્યાન આપીએ.
10... આવેલી પરિસ્થિતિ કાયમ નથી રહેવાની પણ લાંબો સમય એની અસર રહેશે એટલે નાણાકીય બાબતો પર નજર રાખીએ.
11... હવેના બે મહિના સરકારી ફરમાન આકરા રહેશે એ યાદ રાખી તૈયાર રહીએ.
12... દર્દીઓના નવા આંકડા આઘાત આપી શકે છે તો માનસિક રીતે મજબૂત રહીએ.
13... પાણી અને પ્રાણીજન્ય રોગો ન ફેલાય માટે સફાઈ તરફ ધ્યાન રાખીએ.
14... સારા નાગરિક સાબિત થવાનો સુંદર મોકો છે. ગુમાવી ન શકીએ.