Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ મને પૂછે કે સવારે નાસ્તામાં શું ખાધું? હું જવાબ ના આપું પણ હસી પડાય!

મારા મગજમાં જે પહેલો વિચાર આવે એ હોય, “છીંકો" 😂

રોજ સવારે ઉઠતાં વેત મારે દસ બાર છીંકો ખાવાની સીઝન આવી ગઈ છે. જન્મી ત્યારથી આ પ્રોસેસ ચાલું જ છે. એમાં વચ્ચે ક્યારેય કોઈ ખામી નથી સર્જાઈ. મને ધૂળની એલર્જી છે. જરાક ધૂળ ઉડી કે છીંકો ચાલું. મારે પંખો એક ઉપર જ જોઈએ, વધારે ગરમી હોય તો બે ઉપર કે પછી એસી ચાલું કરી લઉં પણ જો પંખો ત્રણ ઉપર ગયો તો તરત છીંકો ચાલું...😂 નાક ઉપર જરીક હાથ અડી જાય તો છીંકો ચાલું...અરે આઈબ્રો કરાવતી હોઉં અને લમણેથી વાળ ખેંચાય તોય છીંક આવી જાય!

હવે વિચાર કરો આજના આ વિપરીત સમયમાં મારી હાલત જોઈ લોકો શું વિચારતા હશે? લોકોની છોડો, એ શું વિચારતા હશે એ વિચારવાનું કામ આપણું નથી પણ એ વખતે હું જે વિચારું છું એની મને વધારે મજા આવે છે...

અમારા ઘરે કામ કરવા આવતા બહેન બે દિવસ ઘરે રહ્યા બાદ આજે પાછા આવી ગયેલા. કહે, “બેન તમને તકલીફ પડે ને. મારે ઘરે રહીને આખો દિવસ શું કરવાનું? અહીંયા સિવાય હું બીજા કોઈના ઘરે ક્યાં કામ કરું છું?"

મેં એમને સમજાવ્યું કે ઘરે રહેવું કેમ જરૂરી અને એ દરમિયાન જ મારો છીંકો ખાવાનો પ્રોસેસ ચાલું થઈ ગયેલો. એ બેન મારી સામે જોઈ રહેલા. મને મજા આવી. મેં કહ્યું, “મને કોરોનાનો ચેપ લાગી શકે છે! અમારે ત્યાં મોટા ભાગના ફોરેનથી આવેલા દર્દીઓ આવે." આટલું બોલતા બોલતા મેં બે છીંક ખાઈ લીધેલી.

એ બહેન થોડીવાર ચૂપ રહ્યા, મારી સામે ટગર ટગર જોયા કરે પછી સાવરણી ઉઠાવી કચરો કાઢવા લાગ્યા અને મને કહે, “હું કંઈ આજકાલની અહીંયા આવું છું. સવાર સવારમાં તમારું છીંકો ખાવાનું તો રોજનું છે! રોજ રોજ નહીં આવું પણ વચ્ચે વચ્ચે આવી જઈશ."

હવે એમને મારે ફરી સમજાવવું પડશે, ઘરે રહેવું કેમ જરૂરી એ ગરમ થઈને કહેવું પડશે. આજકાલ ભલાઈનો જમાનો નથી રહ્યો... કોરોના એ બધાને સ્વાર્થી બનવાનો સંદેશ આપ્યો છે!

તમેય ઘરમાં પુરાયેલા રહો, કોઈ મહેમાન આવે તો દરવાજો ખોલવા પણ ના જતા ફોન ઉપર જ વાત કરી લેજો... આજુબાજુમાં લોકો શું કરે છે એ જોવાની વૃતિ પર સંયમ રાખજો. કોઈ તમારી જાણીતી વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો એને ત્યાં મદદ કરવા જવાનું ભૂલથી પણ ના વિચારતા...એને તરત સિવિલમાં દાખલ થઈ જવાની સલાહ ફોન ઉપર જ આપી દેજો.

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111373889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now