Gujarati Quote in Thought by Pankil Desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંધો શું?....

સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસે ધ્વજવંદન માટે પણ બહાર ન નીકળનારા શૂરવીરો,
લોકડાઉનમાં ઘરે રહીને દેશપ્રેમ બતાવવામાં, વાંધો શું?

સેનામાં ન જોડાયા, અફસોસ થાય છે એનો?
છે આ સોનેરી તક, લૉકડાઉનના સૈનિક બનવા માં વાંધો છું?

મંદિરના ઘંટારવ અને આરતીની દિવ્યતા વગર જો લાગે છે તને ખાલીપો!
ફરીથી કૃષ્ણમય - રુદ્રમય થવા, ધરતીનાં એ છેડારૂપી ઘરે રહેવામાં તને વાંધો શું?

મન - મગજ માં અશાંતિનો ટ્રાફિક છે અતિશય,
શૂન્યમનસ્કતા વિચારોનાં વડલા સુધીની યાત્રા કરવા એકાંત છે મળ્યું, તો એમાં વાંધો શું?

હરખઘેલા થઈ મોદીસાહેબ ને લઇ તો આવ્યાં બીજી વાર,
એમનાં આવાહન પર, સ્વસ્થ - સ્વચ્છ આચરણમાં વાંધો શું?

હોંશે-હોંશે દાન આપ્યું જે મંદિરોને, કોરોના ની કટોકટીમાં ન આવ્યું આગળ એમનું કોઈ પણ,
આંખો ખોલો સાહેબ! હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ માટે ફાળો આપવામાં વાંધો શું?

ફિટકાર તો ઘણો વરસાવ્યો, ન આવ્યો મદદે એક પણ ઉધોગપતિ,
મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા, અનિલ અગ્રવાલ જેવાં ઘણાને બિરદાવવામાં વાંધો શું?

કોરોના તો જતાં જશે, અને જશેજ !
સ્વચ્છતા ભણી ની આ જાત્રામાં પૂજ્ય બાપુને યાદ કરવામાં વાંધો શું?

તાળી- થાળી થી વધાવ્યાં જેમને, કર્યા અપમાનિત એમને,
સાથે રહેવામાં વાંધો શું?

રહેવાને જેને ઘર નથી, આપે છે એ પણ સહકાર,
તમારે તો પુરતું છે, તો બને એટલું કરવામાં વાંધો શું?

ઘર માં રહો, ન રહો ગર્વમાં,
દેશ માટે આટલું કરવામાં વાંધો શું?

✍️.... પંકિલ દેસાઈ

Gujarati Thought by Pankil Desai : 111373298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now