Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્ય તત્ર દેવતા, મહિલાઓને આ વસ્તુઓની આપો ભેટ થશે અઢળક ફાયદો

મનુસ્મૃતિમાં સ્ત્રી સંબંધી કેટલીક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેની અંદર સ્ત્રીના હાવ-ભાવ તેમજ આવી બધી જ વાતોનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે જે એક સ્ત્રીના ચરિત્રને પરિભાષિત કરે છે. તો આવો જાણીએ તેમાં બતાવવામાં આવેલી ત્રણ વસ્તુઓ વિશે જેને સ્ત્રીને ગિફ્ટ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. મનુસ્મૃતિ અનુસાર જે ઘરમાં સ્ત્રીનું સન્માન વસ્ત્રો, આભૂષણો અને મીઠી વાણીથી કરવામાં આવે છે તે ઘર પર હંમેશા ભગવાનની કૃપા રહે છે. પરંતુ જે ઘરમાં તેમનું માન-સન્માન કરવામાં આવતું નથી ત્યા બધા જ કામો નિષ્ફળ જાય છે.

વસ્ત્ર

વસ્ત્ર એટલે કપડા. સ્ત્રીઓને મેકઅપ ખૂબ જ પ્રિય હોય છે. મનુસ્મૃતિ અનુસાર, જે ઘરનો પુરુષ પોતાની પત્ની, માતા અથવા બહેનને સારા વસ્ત્રઓ પ્રદાન કરે છે, તે ઘર પર ભગવાન હંમેશા ખુશ હોય છે. આવા ઘરમાં સતત સુખ-શાંતિ બની રહે છે અને બધા જ કામોમાં સફળતા મળે છે. સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જો ઘરની મહિલાઓ ગંદા કપડા પહેરતા હોય કે પછી, પુરુષો તેમને સારા વસ્ત્રો ન અપાવતા હોય તો ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતી રહે છે.

આભૂષણ

આભૂષણ એટલે ઘરેણાં. ઘરેણાં સ્ત્રીઓને ખૂબ જ પ્રિય હોય છે. જે ઘરની સ્ત્રીઓ ખુશ રહે છે ત્યાં દેવતાઓના વાસ થાય છે. દરેક મનુષ્યને પોતાના ઘરની સ્ત્રીને સુંદર ઘરેણા ઉપહારમાં આપવું જોઇએ. જે ઘરની મહિલાઓ સારા વસ્ત્રો અને ઘરેણાંનું શ્રૃંગાર કરે છે તે ઘરમાં કયારેય દરિદ્રતા આવતી નથી. આવા ઘરોમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે.

મીઠી વાણી

મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. કેટલાક ગ્રંથો અને પુરાણોમાં મહિલાઓના સન્માનની વાતો કહેવામાં આવી છે. મનુસ્મૃતિ અનુસાર, જે ઘરમાં મહિલાઓ સાથે ખોટી રીતે વાત કરવામાં આવે છે તે ઘરમાં ભગવાન કયારેય રહેતા નથી. સ્ત્રીઓના સન્માન ન કરતા લોકો હંમેશા મુશ્કેલીઓમાં ફંસાયા હોય છે. એટલે જ કહેવાય છે, મહિલાઓના સન્માન કરો અને પોતાના ઘરની સ્ત્રીઓ સાથે હંમેશા પ્રેમ અને આદર સાથે વાત કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111373211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now